ગોધરા: ઘોઘંબા તાલુકાના લાબડાધરામાં વૃદ્ધાને ‘ડાકણ’ કહી માર મારવાની ઘટનામાં રાજગઢ પોલીસ મથકે ગુનો નોંધાયો
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના લાબડાધરા ગામમાં અંધશ્રદ્ધાને કારણે વૃદ્ધાને માર મારવાની ઘટના સામે આવી છે. ગામમાં રહેતા મુકેશભાઈ હરિજને તેમના જ કૌટુંબિક ૬૨ વર્ષીય વૃદ્ધા લીલાબેનને ‘ડાકણ’ કહી અને તેમના કારણે ઘરના સભ્યો બીમાર પડતા હોવાનો આક્ષેપ કરી ગંભીર માર માર્યો હતો. આ દરમિયાન વૃદ્ધાને બચાવવા વચ્ચે પડેલા તેમના પતિ ભીખાભાઈ અને અન્ય એક વ્યક્તિ પર પણ આરોપીએ હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે રાજગઢ પોલીસે ગુનો નો