રાજકોટ: swiggyમાંથી ઓર્ડર કરાયેલ ખોરાકમાંથી જીવડું નીકળવાનો વિડીયો વાયરલ,સમગ્ર બનાવ અંગે ગ્રાહકે ન્યાયની માંગણી કરી
Rajkot, Rajkot | Oct 22, 2025 ગઈકાલે બપોરે 1:45 વાગ્યાની આસપાસ પ્રતિક ચૌહાણ નામના એક ગ્રાહકે swiggyમાંથી છોલે ભટુરે અને એક પંજાબી ફુલ થાળી ઓર્ડર કર્યા હતા. ખોરાક ખાતા ખાતા આ ખોરાકમાં જીવડું ધ્યાને આવતા તેઓએ પોતાના તેમજ પોતાની પત્નીના આરોગ્યને કોઈ નુકસાન થાય તો જવાબદાર કોણ? તેવા સવાલો ઉઠાવી સમગ્ર બનાવ અંગે ન્યાયની માગણી કરી છે.