આણંદ શહેર: ગુજરાતી ચોક વિસ્તારમાં સ્વચ્છતાના અભાવે બે દુકાનો સીલ કરવામાં આવી
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાના અભાવે આશિષ ચાઇનીઝ કિંગ અને અલ - હબીબી ફાસ્ટ ફૂડ હબ કરવામાં આવી સીલ કરાઈ છે.કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સુચના મુજબ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા મહેન્દ્ર શાહ હોસ્પિટલ થી ગુજરાતી ચોક તરફ જતા રસ્તા ઉપર આવેલ હોટલો ખાતે જાહેર આરોગ્ય સંબંધે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી.