અંજાર: ચીલઝડપના ગુનામાં ઝડપાયેલા આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરાયું
Anjar, Kutch | Sep 29, 2025 અંજારમાં મહિલાઓના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરવાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને આજરોજ પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું. રામજાનેસિંઘ નારસિંઘ બાધા (સરદાર) અને રાજાસિંઘ નાલસિંઘ બાધા (સરદાર) (રહે. વોંધ) નામના આ બંને શખ્સો સામે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુના નં. 740/24 (IPC કલમ 389(A)) અને ગુના નં. 972/25 (BNS કલમ 304(2)) હેઠળ કેસ નોંધાયો છે. પોલીસે હવે આ કાર્યવાહી દ્વારા પુરાવાઓ એકઠા કરી આગળની તપાસ હાથ ધરી છે.