ગાંધીનગર: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 28-29 ગાજવીજ સાથે વરસાદ થવાની કરી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 28 અને 29 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થવાનો અંદાજ છે, જેમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારીના ભાગોમાં વરસાદ પડશે.દક્ષિણ સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, મહૂવા, ઉના, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ પડી શકે છે.