જામનગર શહેર: જામનગરમાં વધ્યા ચામડીના રોગ, જી.જી. હોસ્પિટલમાં રોજ 600 દર્દીઓની નોંધણી
જામનગરમાં ભેજ અને ગરમ વાતાવરણને લીધે ફંગલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. જી.જી. હોસ્પિટલમાં રોજ 500 થી 600 દર્દીઓ ઓપીડીમાં નોંધાઈ રહ્યા છે, જેમાં 70 ટકા દર્દીઓ દાદરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તબીબોએ લક્ષણો દેખાય તો તુરંત સારવાર લેવાની સલાહ આપી છે.