બારડોલી: વીપીએબીની વાર્ષિક સભા સંપન્ન – નવા હોદ્દેદારોની નિમણૂક, સાયબર સિક્યુરિટી જાગૃતિ શિબિર યોજાઈ
Bardoli, Surat | Sep 17, 2025 વિડીયોગ્રાફર્સ અને ફોટોગ્રાફર્સ એસોસિએશન બારડોલી (વીપીએબી)ની વાર્ષિક સાધારણ સભા સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં મળી હતી. સભા પૂર્વે સાયબર સિક્યુરિટી અંગે જાગૃતિ શિબિર યોજાઈ હતી, જેમાં સુરત સાયબર સેલની ટીમે મોબાઇલ હેકિંગ, ફ્રોડ કોલ અને વોટ્સએપ છેતરપિંડીથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું. નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી.