મોડાસા: રાજેન્દ્ર ચોકડીથી શામપુર ગામના યુવકનું અજાણ્યા ૪
શખ્સો દ્વારા અપહરણ કરાતાં ફરિયાદ.
મોડાસા તાલુકાના શામપુર ગામે ગત શનિવારે સાંજે આવેલા ૪ ઈસમોએ ગામના એક યુવાનના ઘરે જઈ રૂપિયા ૫૦ હજારની લેવડ દેવડની વાતો કરતા આ યુવક જયારે તેની પત્નીને લેવા રાજેન્દ્રનગર જતાં આ યુવકને ઈકો ગાડીમાં બળજબરી પૂર્વક બેસાડી અપહરણ કરાતાં ચકચાર મચી હતી. મોડાસા રૂરલ પોલીસે યુવકનું અપહરણ કરનાર અને એકટીવા લઈ જનાર ચાર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની ગતરોજ શનિવાર સાંજે 7 કલાકે પ્રેસ માહિતી પ્રાપ્ત થઈ હતી.