ગોધરા: ગોધરા તાલુકાના વિંઝોલ ગામમાં તૂટેલો વીજ પોલ જીવલેણ અકસ્માત નોતરે તેવી દહેશત
ગોધરા તાલુકાના વિંઝોલ ગામમાં એક તૂટેલો વીજ પોલ છેલ્લા એક સપ્તાહથી જાહેર માર્ગ પર જોખમરૂપે લટકી રહ્યો છે. વાહનની ટક્કર બાદ તૂટેલો થાંભલો માત્ર વાયરના સહારે ઉભો હોવાથી લોકો અને વાહનચાલકો માટે જીવલેણ સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય માર્ગ પર સતત અવરજવર હોવાથી અકસ્માતની ભીતિ વધતી જાય છે. પ્રિ-મોનસૂન કામગીરી છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠ્યા છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરી નવો પોલ ઉભો કરવાની માંગ ઉઠાવી છે.