ગોધરા: ગોધરા નજીક દિલ્હી–મુંબઈ રેલમાર્ગ પર ઢેલના વીજપ્રહારે અચાનક ભડકો, થોડો સમય રેલવ્યવહાર બાધિત.
પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક સંતરોડ–ચંચેલાવ વિસ્તારમાં દિલ્હી–મુંબઈ મુખ્ય રેલમાર્ગ પર ઢેલ રેલવેના ઓવરહેડ કેબલ સાથે અથડાતા વીજપ્રહારે ભડકો થયો. ઘટનામાં OHE વીજપોલ નમ્યો અને જમીનમાં ખાડો પડ્યો. બનાવની જાણ થતા રેલવે અધિકારીઓ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી. સલામતીના ભાગરૂપે થોડા સમય માટે રેલવ્યવહાર બાધિત રહ્યો. ટેકનિકલ તપાસમાં કોઈ મોટી ખામી ન મળતા મરામત બાદ ટ્રેન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો. મૃત્યુ પામેલી ઢેલને પોસ્ટમોર્ટમ માટે