વર્ષ 2025 દરમિયાન કચ્છ જિલ્લામાં 'અભયમ 181' મહિલા હેલ્પલાઇન પીડિત મહિલાઓ માટે સાચી સાહેલી સાબિત થઈ છે.જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 દરમીયાન અભયમ 181 મહિલા હેલ્પ લાઈન માં મદદ માટે રાજ્યભર માંથી કુલ 1,83,520 કોલ આવ્યા જેમાં 37,380 જેટલા અતિ સંવેદન કિસ્સાઓ માં ઘટના સ્થળે પહોંચી મદદ, માર્ગદર્શન અને બચાવકાર્ય કરેલ છે જયારે અન્ય કિસ્સાઓ માં અસરકારક કાઉન્સિલગ, સરકારી એજન્સીઓ સાથે સંકલન કરી આશ્રય, જરૂરી સહયોગ અને સમાધાન કરાવેલ છે.