કડી: કડી તાલુકાના ઝુલાસણ ગામે સ્મશાનમાં પ્રેમી યુગલે દુપટ્ટા થી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર
Kadi, Mahesana | Sep 16, 2025 આજે 16 સપ્ટેમ્બર સવારે કડી ના ઝુલાસણ ગામે સ્મશાનમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ દેખાતા નંદાસણ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવક ડીસા તાલુકાના ઝઘડિયા ના રહેવાસી વિક્રમસિંહ પોપટજી સોલંકી અને યુવતીની ઓળખ કાંકરેજ તાલુકાના ખીમાણા ગામના રહેવાસી અનિતાબેન પરમાર તરીકે થઈ હતી.અનિતાબેન પરમાર ના લગ્ન 5 વર્ષ પૂર્વે બેચરાજી તાલુકાના ઝાંઝરવા ગામે રણજીતસિંહ ઝાલા સાથે થયા હતા.