હનુમાનજી મંદિર સ્વયંભૂ છે.અહીં આજુબાજુના 25 થી વધુ ગામ અને શહેરમાંથી દર શનિવાર અને મંગળવારે હજારો ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે. આ સ્વયંભૂ હનુમાનજી મંદિરને આજરોજ 628 વર્ષ પૂર્ણ થયેલ છે. આજે આ જન્મોત્સવ નિમિત્તે સવારે 8 વાગ્યે મારુતિ યજ્ઞ, 11:00 વાગે શોભાયાત્રા, સાંજના 5 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું.આ તમામ કાર્યક્રમનું આયોજન જય શ્રી બજરંગ બલી ચેરીટેબલ ટ્રસ્ટ હડમતીયા આયોજન કર્યું હતું.5000 ભક્તોએ દર્શન કર્યા.