મોરવા હડફ તાલુકાના જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો અને આગેવાનો દ્વારા ગોધરા જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપી અનામત બેઠકોની ફાળવણી સામે વિરોધ નોંધાયો. રજૂઆતમાં જણાવ્યું કે ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા અધિનિયમ-2023 મુજબ બક્ષીપંચ વર્ગને 27 ટકા અનામત હોવા છતાં યોગ્ય ફાળવણી થઈ નથી. જિલ્લા તથા તાલુકા પંચાયતની બેઠકોમાં બક્ષીપંચ વર્ગને ઓછું પ્રતિનિધિત્વ મળ્યાનો આક્ષેપ કરાયો. મતદાર મંડળોની રચનામાં ગામોના વિભાજન અંગે પણ વાંધો ઉઠાવી