પોરબંદર: પેરેડાઈન ફુવારા નજીક હિટ એન્ડ રનની ઘટના, આરોપીને ઝડપી લઈ પોલીસે સ્થળ પર રિકન્ટ્રક્શન કરાવ્યું
પોરબંદરના પેરેડાઈન ફુવારા નજીક એક કાર ચાલકે વાહનોને હડફેટે લીધા હતા.આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ સભ્યોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટના બાદ પોલીસે ફરિયાદ નોંધી અકસ્માત સર્જનાર આરોપી પાર્થ રમેશ પીપરોતર નામના શખ્સને ઝડપી લીધો હતો.આ આરોપીને સાથે રાખી પોલીસે ઘટના સ્થળે રિકન્ટ્રક્શન કર્યું હતું.