તારાપુર: તઆમ આદમી પાર્ટીએ ચૂંટણીના રણશિંગા ફૂંક્યા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે ઉમેદવારો જાહેર
Tarapur, Anand | Apr 6, 2026 તારાપુરમાં વરસડા જિલ્લા પંચાયત બેઠક માટે આમ આદમી પાર્ટીએ જાણીતા વકીલ પરેશભાઈ ભરતભાઈ ચૌહાણની પસંદગી કરી છે. એક વકીલ તરીકેની તેમની છબી પક્ષને મજબૂતી અપાવશે તેવું મનાઈ રહ્યું છે.જ્યારે મિલરામપુરા તાલુકા પંચાયત બેઠક પર પક્ષે યુવા ચહેરા તરીકે વિવેકભાઈ મનસુખભાઈ પઢિયાર પર વિશ્વાસ મૂક્યો છે.કાનાવાડા તાલુકા પંચાયત બેઠક માટે રમેશભાઈને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.