વાપી પાણી ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી, બાજુની સ્કૂલ ખાલી કરાવાઈ
વાપી મહાનગરપાલિકાના પાણી ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરિન ગેસના બાટલામાં લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે પ્લાન્ટની બાજુમાં આવેલી વિદ્યા વિકાસ હિન્દી સ્કૂલને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને ચાલુ ક્લાસ દરમિયાન જ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી.
વાપી મહાનગર પાલિકા ની બેદરકારી સામે આવી ક્લોરીન ગેસનો બાટલો ગણા સમય થી લીકેજ છે એવુ જાણવા મળ્યું.#vapi #valsad #valsadpolice #vapimahanagarpalika #kanubhaidesai
Vapi, Valsad | Sep 7, 2026