ગઈકાલે વરસાદ વચ્ચે જંતર-મંતરથી શરૂ થયેલો આજનો ઘટનાક્રમ બપોર સુધીમાં સંસદ તરફના વિશાળ માર્ચમાં પરિવરિ્તત થયો. આ સમગ્ર દિવસ દરમિયાન પોલીસ બેરિકેરિ્ડંગ, અથડામણ, ટિયર ગેસ, મેટ્રો સ્ટેશનોના ગેટ્સ બંધ, મોનસૂન સત્રના પહેલા દિવસે સંસદમાં ઉઠેલો રાજકીય વિવાદ અને અંતે સરકાર સાથેની બેઠક સુધી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની. જૂન 2026થી Cockroach Janta Party દ્વારા શરૂ થયેલું આંદોલન આજે "ચલો સંસદ" રૂપે પોતાની માંગણીઓ સાથે સરકાર સુધી રૂબરૂ રૂપે પહોંચ્યું. આ મહાકાય રેલીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, આંદોલનકારીઓ અને સમર્થકો જોડાયાં હતાં.
આ પોસ્ટમાં અમે સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધીની તમામ મુખ્ય ઘટનાઓને સમયક્રમ (Timeline) અનુસાર રજૂ કરી છે.
જાણીએ સંપૂર્ણ ટાઈમલાઈન!
Vapi, Valsad | Jul 21, 2026