ગોધરા: લોક વિજ્ઞાન કેન્દ્ર અને રેડ ક્રોસની અનોખી પહેલ : 4000થી વધુ વિદ્યાર્થીઓને CPR અને પ્રાથમિક સારવારની તાલીમ
લોક વિજ્ઞાન કેન્દ્ર અને રેડ ક્રોસની અનોખી પહેલ : 4000થી વધુ વિદ્યાર્થીઓને CPR અને પ્રાથમિક સારવારની તાલીમ,લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગોધરાના સંયુક્ત ઉપક્રમે તા. 19મે થી 29 જૂન દરમિયાન CPR (કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન) અને પ્રાથમિક સારવાર અંગેના ૨૦ તાલીમ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાના 4000થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિ