ભાવનગર શહેર: LCB ટીમે અધેળાઈ રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | May 7, 2026
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અધેળાઈ રોડ પરથી એક વિદેશી દારૂનો જથ્થો અને બિયરના ટીન ભરેલી કાર સાથે ગોપાલ નામના શખ્સને ઝડપી લીધો હતો. અને આ અંગે પોલીસે શખ્સને ઝડપી લઇ તમામ મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.