ભાઠેના વિસ્તારમાં પાણી ઉતર્યા બાદ પણ વીજ પુરવઠો ખોરવાતાં ટોરેન્ટ પાવર સામે ગ્રાહકોમાં રોષ
સુરતના ભાઠેના વિસ્તારમાં પાણી ઉતરી ગયા બાદ પણ અનેક સ્થળોએ વીજ પુરવઠો પુનઃસ્થાપિત થવામાં વિલંબ થતાં ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો. ગ્રાહકોના જણાવ્યા મુજબ, ટોરેન્ટ પાવરની ઓફિસના હેલ્પલાઇન નંબરો પર વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં સંતોષકારક જવાબ મળ્યો નહીં.
ગ્રાહકોનું કહેવું છે કે શહેરમાં કર્મચારીઓની ઉપલબ્ધતા અને કામગીરી અપેક્ષા મુજબ જોવા મળી નથી. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર એવી પણ તુલના કરી કે આ પરિસ્થિતિમાં DGVCLની કામગીરી વધુ સારી રહી હોવાનું તેમને લાગ્યું..
Udhna, Surat | Jul 7, 2026