ગોધરા: ચોમાસામાં વીજળી ગુલ થવાની સમસ્યા અંગે જિલ્લા કલેક્ટર અને MGVCLને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ
ગોધરાના સામાજિક કાર્યકર આશિષ કામદાર દ્વારા જિલ્લા કલેક્ટર અને MGVCLને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, દર વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદ કે પવનમાં પણ પ્રિ-પ્લાનિંગના અભાવે કલાકો સુધી વીજળી ગુલ થઈ જાય છે. આના લીધે નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને હોસ્પિટલોના દર્દીઓ ભારે હાલાકી ભોગવે છે. વધુમાં, ગોધરા GEB કચેરીમાં માત્ર એક જ ફરિયાદ નંબર હોવાથી ફોન લાગતો નથી અને કર્મચારીઓ સંતોષકારક જવાબ આપતા નથી. આ સમસ્યાઓના કાયમી નિવારણ માટે