અમદાવાદ શહેર: કાલુપુરમાં દાગીનાની ચોરી કરનાર ઝડપાયો, 1.19 કરોડના દાગીના ચોરી કરનાર સુરતથી ઝડપાયો
અમદાવાદના કાલુપુરમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર આરોપીને મુદ્દામાલ સાથે સારોલી પોલીસે ઝડપી પાડ્યો છે..ઝવેરીવાડમાં આવેલા 'બેરા જ્વેલર્સ' નામના શો-રૂમમાં થયેલી રૂ. 1.19 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો. અમદાવાદમાં ચોરી કરી ફરાર થનારને સુરત સારોલી પોલીસે બાતમીના આધારે સોમવારે 12.45 કલાકે ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.