ગોધરા: પંચમહાલ એસઓજી દ્વારા ૧૩ ગુનામાં સંડોવાયેલો પ્રોહિબિશનનો વોન્ટેડ આરોપી યુસુફ મસ્જિદ પાસેથી ઝડપી પડાયો
પંચમહાલ એસઓજી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ખાલીદ અબ્દુલ સલામ હુરીને ગોધરાની યુસુફ મસ્જિદ પાસેથી ઝડપી પાડ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ખાલીદ હુરી રીઢો ગુનેગાર છે અને તેના વિરુદ્ધ ગોધરા, મોડાસા, ભરૂચ, મહેસાણા સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, લૂંટ, મારામારી, રાયોટિંગ અને વિશ્વાસઘાત જેવા કુલ 13 ગંભીર ગુનાઓ નોંધા