અમદાવાદ શહેર: અમદાવાદમાં ગાંજા સાથે બે આરોપીઓ ઝડપાયા, 50 લાખનો મુદ્દામાલ જપ્ત, SOGના ACP બી.સી.સોલંકીનું નિવેદન
અમદાવાદમાં ગાંજા સાથે બે આરોપીઓ ઝડપાયા. એસઓજીએ રખીયાલ પન્ના એસ્ટેટમાંથી બે પેડલરને રૂપિયા 50 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપી લીધા. જ્યારે તેમના સપ્લાયર સહદેવની શોધ ચાલુ છે., નિકોલના બે યુવાનો પોતાની પાસે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઇને ફરી રહ્યા હોવાની પોલીસને બાતમી મળતા પન્ના એસ્ટેટમાં વોચ ગોઠવાઇ હતી. જે દરમિયાન બે યુવાન પન્ના એસ્ટેટમાં દાખલ થતા તેમની તપાસ દરમિયાન ગાંજાનો જથ્થો મળી આવ્યો.. પોલીસે 2 ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.