ગોધરા: ગોધરા તાલુકાના ગોઠડા ગામ નજીક મહીસાગર નદીમાં ન્હાવા પડેલા સુરતના પ્રૌઢનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ
ગોધરા તાલુકાના ગોઠડા ગામની સીમમાંથી પસાર થતી મહીસાગર નદીમાં ડૂબી જવાથી સુરતના એક પ્રૌઢનું કરુણ મોત નીપજ્યું છે. સુરતના વેસુ વિસ્તારમાં રહેતા અને માલીકામ કરતા ૫૦ વર્ષીય પ્રકાશભાઈ સુખાભાઈ રાઠોડ ગત ૭ જૂનના રોજ સાંજે મહીસાગર નદીમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન પાણીના ઊંડા પ્રવાહમાં ગરકાવ થઈ જતાં શ્વાસ રૂંધાવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ દુખદ ઘટના અંગે મૃતકના ૨૭ વર્ષીય સંબંધી હેમંતભાઈ રાઠોડે કાંકણપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે AD નોંધી આગળની કા