પાદરા તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે એક વધુ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણના સંકલ્પ સાથે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે મુજપુરના રેલાઈપુરા અને ગયાપુરામાં બે નવી પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રૂ. 2 કરોડ 80 લાખના ખર્ચે બનનારી આ શાળાઓમાં આધુનિક વર્ગખંડો, શૈક્ષણિક સાધનો અને સ્વચ્છતા સુવિધાઓ ઉપલબ્ધ થશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન જીગ્નેશભાઈ વસાવા સહિત ભાજપના આગેવાનો..