કરજણ: LCB પોલીસે નેશનલ હાઈવે-48 પર ભરથાણાની સીમમાં ટ્રકમાંથી વિદેશી દારૂ સહિત 27 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
વડોદરા ગ્રામ્ય LCB પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પરથી 27 લાખ ઉપરાંતના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. વડોદરા ગ્રામ્ય LCB પોલીસે શંકાસ્પદ વાહન ચેકિંગ કામગીરી દરમિયાન ટ્રક નંબર MH 14 HG 2990માં વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. LCBએ કુલ બોટલ નંગ 5976 જેની કિંમત 17,85,600, એક ફોન કિંમત 5000, GPS કિંમત 5000 તથા ટ્રક જેની કિંમત 10 લાખ મળી કુલ 27,95,600 મુદ્દામાલ સાથે 1 ઇસમની અટકાયત કરી હતી.