સાવલી: વડોદરા રોડ પર બહુથા ડમ્પર અને એક્ટિવાની ટક્કર — લસુંદ્રાના યુવકો ગંભીર રીતે ઘાયલ
Savli, Vadodara | May 20, 2025 વડોદરા રોડ પર આવેલ બહુથા ગામની નજીક એક ડમ્પર ચાલકે એક્ટિવા બાઈકને અડફેટે લીધી હતી. સાવલી: બહુથા પાસે માર્ગ અકસ્માતમાં એક્ટિવા પર સવાર યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘાયલ યુવકોને તરતજ ઘટના સ્થળે પહોંચી 108 એમ્બ્યુલન્સ દ્વારા વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર ઘાયલ યુવકો લસુંદ્રા ગામના હોવાની માહિતી મળી રહી છે. અકસ્માત બાદ વિસ્તારમાં અમુક સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.