દસ્ક્રોઈ: નવ વર્ષ પહેલા સાબરમતી રિવરફ્રન્ટમાંથી મળી આવેલી બિનવારસી મહિલાની લાશનો રહસ્યમય કેસ આખરે ઉકેલાઈ ગયો
નવ વર્ષ પહેલા સાબરમતી રિવરફ્રન્ટમાંથી મળી આવેલી બિનવારસી મહિલાની લાશનો રહસ્યમય કેસ આખરે ઉકેલાઈ ગયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં મહિલાના પતિની ધરપકડ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વર્ષ 2017માં રથયાત્રાના દિવસે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઓળખ ન થતાં તે સમયે મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. જોકે તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે તપાસ ફરી શરૂ કરવામાં આવી હતી. તપા