લીંબડી: લીંબડી એસ.ટી ડેપોમાં ડિંડવાણાથી મુસાફરો પરેશાન
એસ.ટી બસો બાયપાસ નીકળી જતા બેસતા વર્ષના દિવસે અનેક મુસાફરો રઝળી પડયા હતા
લીંબડી એસ.ટી ડેપો નો વહિવટ છેલ્લા ઘણા સમયથી કથળી રહ્યો છે. આંતરિક કર્મચારીઓ નો વિખવાદ નો ભોગ મુસાફરો બની રહ્યાં છે. લીંબડી ડેપોમાં જવાબદાર અધિકારી ની બેદરકારી થી લાંબા અંતરની અનેક એસ.ટી બસો મુસાફરો ને ઓવરબ્રિજ નીચે ના સર્કલ પર ઉતારી બાયપાસ નીકળી જાય છે. દિવાળી અને બેસતા વર્ષના દિવસે સૌરાષ્ટ્ર અને સુરત વડોદરા તરફ જવા ઓનલાઈન રીઝર્વેશન કરાવી બેઠેલા અનેક મુસાફરો રઝળી પડયા ની નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા મા જણાવ્યું હતું