ખંભાત: ખંભાત પંથકમાં કમોસમી વરસાદના કારણે લીલા શાકભાજીની આવકમાં ઘટાડો, કિલોએ રૂ. 20 થી 30 સુધીનો ભાવ વધારો નોંધાયો.
ખંભાત પંથકમાં શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદ પડતા શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે અને શાકમાર્કેટમાં પણ લીલા શાકભાજીની આવક ઓછી થઈ છે.જેના લીધે શાકભાજીના ભાવોમાં પણ કિલોએ રૂપિયા 20 થી 30 સુધીનો વધારો થઈ ગયો છે. બટાટા ડુંગળીનો ભાવ પણ ઊંચકાયો છે. બજારમાં ડુંગરી છેલ્લા એક સપ્તાહથી 30 રૂપિયા કિલોના ભાવે વેચાણ થઈ રહી છે. જે અગાઉ 15 થી 20 રૂપિયા ઉપલબ્ધ થતી હતી.જે અંગે બુધવારે બપોરે 2 ક્લાકે ગ્રાહક અને વેપારીએ પ્રતિક્રિયા આપી હતી.