ગોધરા: પંચમહાલ જિલ્લાની પંચામૃત ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે ₹૧૦નો વધારો જાહેર કર્યો
પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લાના ૨.૫ લાખથી વધુ દૂધ ઉત્પાદકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹૧૦ નો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી અગાઉનો ₹૮૭૫ નો ભાવ વધીને હવે ₹૮૮૫ પ્રતિ કિલો ફેટ થયો છે. આજથી જ અમલી બનેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ ત્રણેય જિલ્લાના પશુપાલકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો અને તેમની મહેનતનું યોગ્ય વળતર આપવાનો છે, જેનાથી સ્થાનિક પશુપાલકોમાં ખ