જવેલ્સ સર્કલ નજીક રીક્ષા પલ્ટી, એકનું મોત ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માં ખસેડયા
Bhavnagar City, Bhavnagar | Mar 1, 2026
આજે તારીખ 1 લી માર્ચ ના રોજ સવારના 10 કલાકે ભાવનગરના જવેલ્સ સર્કલ નજીક રીક્ષા પલ્ટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મહેશભાઈ નાથુભાઈ ચૌહાણ (રહે. અક્ષરપાર્ક રોડ, ખારિયા હનુમાન પાસે, કુંભારવાડા)નું ઘટનાસ્થળે મોત થયું હતું. આ ઘટનામાં અન્ય ચાર લોકોને ઈજા થતાં તેમને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.