તળાજા: ઠળિયા સીટ પર કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન: ભવ્ય કાર્યાલય ઉદ્ઘાટનમાં ઉમટ્યું જનસમર્થન
તળાજા તાલુકાના ઠળિયા ગામે આજે રાજકીય ગરમાવો ચરમસીમાએ જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયતની ઠળિયા સીટ માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા વિશાળ જનમેદની વચ્ચે કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર શ્રીમતી માયાબેન પરેશભાઈ પનોતના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ અને જોરદાર