કાલાવડ રણુંજાના મેળામાં રાઇડસના ફીટનેશ સર્ટીના એક લાખ લાંચની માંગણી કરી ૫૦ હજારમાં નકકી થયુ હતું, દરમ્યાન મોરબી એસીબીની ટુકડીએ છટકુ ગોઠવીને પારેવડી ચોક પાસે રૂા. ૫૦ હજારની લાંચ લેતા બે કાર્યપાલક ઇજનેર, વચેટીયા સહિત ત્રણ એસીબીની ઝપટમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.