પોલીસ સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ, આ અકસ્માત મહુવાથી બારોડિયા જતાં રોડ પર વળાંક પાસે સર્જાયો હતો. આરોપી ડ્રાઈવર અંકિતભાઈ (ઉર્ફે ગુલો) મુકેશભાઈ ચૌધરી (રહે. ખોડતલાવ, તા. વ્યારા) પોતાની મારુતિ અર્ટિગા કાર (નંબર: GJ-26-AB-2820) પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યો હતો.ત્યારે કાર જ્યારે બારોડિયા ફળિયા પાસેના વળાંક પર પહોંચી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં આવેલા વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી એકનું મોત નિપજ્યું છે.