બોરસદ: બોચાસણ ઓવરબ્રિજ ઉપર આઇસર પાછળ ટેલર ઘૂસી જતા અકસ્માત સર્જાયો, એક વ્યક્તિનું મોત નીપજ્યું
Borsad, Anand | Oct 12, 2025 વાસદ-બગોદરા હાઈવે રસ્તા ઉપર બોચાસણ નજીક ઓવરબ્રિજ ઉપર આઇસર પાછળ ટેલર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. સમગ્ર અકસ્માતમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી.