રાપર: જાડાવાસ સિંચાઈ ડેમમાં સફાઈના અભાવે બાવળો ઉગી નીકળતા સિંચાઇના પાણી અવરોધાય તેવી ભીતિ
Rapar, Kutch | Oct 11, 2025 આ ડેમ મારફતે ઘણીથર, સાંય, જાડાવાસ ગામના ખેડૂતોને શિયાળાની સીઝન માં સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે અને વાવેતરનો સમય નજીક આવી રહ્યો છે તેમ છતાં ડેમના નાળાની સફાઈ કરવામાં આવી નથી. ડેમનો ઘર ચાલુ બંધ કરવા માટે પણ કોઈ કાયમી પગારદાર વ્યક્તિ નથી. એક મહિના પહેલા જ વરસાદના કારણે મેવાસા ડેમ તૂટી જતા ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની ભોગવાનો વારો આવ્યો હતો.