ગોધરા: ગોધરા શહેરના રહેમતનગર વિસ્તારમાંથી પોલીસે ૧૪૩ કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો
ગોધરાના રહેમતનગર વિસ્તારમાં બી ડિવિઝન પોલીસે ગૌવંશ સંરક્ષણ કાયદા હેઠળ મોટી કાર્યવાહી કરી ૧૪૩ કિલો ગૌમાંસ જપ્ત કર્યું હતું. પોલીસને મળેલી બાતમીના આધારે ખુલ્લા મેદાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં કેટલાક ઇસમો ગૌવંશની કતલ કરતા હોવાનું સામે આવ્યું. પોલીસ પહોંચતા આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળેથી ગૌમાંસ, મોપેડ, કતલના સાધનો સહિત કુલ ₹૫૮,૯૦૦નો મુદ્દામાલ જપ્ત થયો હતો. પોલીસે સુલેમાન ઉર્ફે સુલ્લીમ હુસેન ભાઈજમાલ, વસીમ ફારૂક જાડી ઉર્ફે