અંકલેશ્વર: અંકલેશ્વર એશિયન પેન્ટ ચોકડી પાસે મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
અંકલેશ્વર એશિયન પેન્ટ ચોકડી પાસે મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મોપેડ ચાલકને ગંભીર ઇજા પહોચતા સ્થાનિક હોસ્પિટલએ ખસેડવામાં આવ્યો હતો. એશિયન પેન્ટ ચોકડીથી પ્રતિન બ્રિજ બાજુ જતા રોડ પર પાર્ક કરેલ ટ્રકમાં મોપેડ અથડાતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર GIDCમાં રોડ સાઈડ ઉપર ગેરકાયદેસર મોટા વાહનો રોડ પર પાર્ક થતા હોવાથી આવા અકસ્માતના બનાવો બને છે.