અંકલેશ્વર: પાનોલી પોલીસ મથકના અકસ્માત મોતના ગુનામાં સંડોવાયેલ આરોપીને ડેડીયાપાડા ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો હતો
ગત તારીખ-8મી જાન્યુઆરી 2025ના રોજ પાનોલી હાઇવે ઉપર ત્રણ વ્યક્તિઓને અડફેટે લેતા તેઓના મોત નિપજાવી છેલ્લા નવ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પાનોલી પોલીસે મોબાઈલ નંબરની સી.ડી.આર મેળવી અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ડેડીયાપાડા ખાતેથી પુષ્પન્દ્ર યાદવને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.