તારાપુર: તારાપુર પાસેથી વિદેશી દારૂ-બીયરની 60 બોટલો ભરેલી કાર સાથે બે ઝડપાયા
Tarapur, Anand | Mar 2, 2026 પોલીસે સીંજીવાડા તરફથી પુરપાટ ઝડપે આવી પહોંચેલી અલ્ટો કાર નંબર GJ -23, H -9636 ને રોકીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 36 બોટલો તેમજ બીયરના 24 ટીન મળી આવ્યા હતા. જેની કિંમત 20,400/- રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે કારમાં સવાર બે શખ્સોને ઝડપી પાડીને તેમના નામઠામ પુછતાં રાજેશ ઉર્ફે રાજુ ચંદુભાઈ સોલંકી અને જયદિપ ઉર્ફે લાલો બળવંતસંગ ગોહેલ (રે. બંને ફતેપુરા, તારાપુર) ના હોવાનું જણાવ્યું હતું.તેમની અંગજડતી કરતા બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા.