થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને થરાદ સરહદ પર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.આ ચેકિંગ થરાદની ખોડા ચેકપોસ્ટ અને ભારતમાલા વાતડાઉ ચેકપોસ્ટ પર કેન્દ્રિત છે. સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.