ભાવનગર શહેર: સરદારનગર વિસ્તારમાં જામેલા કાદવ કીચડને લઇ તંત્રને રજુઆત કરાતા કપચી નાખી રોડ રીપેરીંગ કરાયા
Bhavnagar City, Bhavnagar | Apr 4, 2026
ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ગતરોજ વરસાદ પડ્યો હતો. જે વરસાદને લઈને સરદારનગર સહિતના વિસ્તારમાં સોસાયટીઓમાં કાદવ કીચડના થર જમ્યા હતા. જેને પગલે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી હતી. ત્યારે લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો હોય જે અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરાતા મનપા દ્વારા તાત્કાલિક કપચી નાખી રોડ રીપેર કરવામાં આવ્યો હતો.