ગોધરા શહેરમાં જાહેર પરિવહન સુવિધા મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે ગોધરા બસ સ્ટેન્ડ પરથી મહુડી અને ડીસા રૂટ માટેની બે નવી એસ.ટી. બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ નવી સેવાઓથી વિદ્યાર્થીઓ, વેપારીઓ અને નોકરીયાત વર્ગ સહિત મુસાફરોને વધુ સગવડ અને નિયમિત પરિવહન સુવિધા મળશે. કાર્યક્રમમાં ગોધરા એસ.ટી. વિભાગીય નિયામક, ભાજપના પદાધિકારીઓ અને સ્થાનિક પાલિકા કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.