ગોધરા: જૂનીધરી ગામે ડાંગરના ખેતરમાં ગાયો ચરાવવા બાબતે વૃદ્ધ ખેડૂત પર લાકડી વડે હુમલો: કાંકણપુર પોલીસ મથકે ગુનો નોંધાયો
ગોધરા તાલુકાના જૂનીધરી ગામે ડાંગરના ઊભા પાકમાં ગાયો ચરાવવા બાબતે થયેલી બોલાચાલીમાં ૬૩ વર્ષીય વૃદ્ધ ખેડૂત કાંતીભાઈ માછી પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે. ખેડૂતે પાક બગડતો હોવાથી ગાયો બહાર કાઢવાનું કહેતાં ઉશ્કેરાયેલા નિર્મલભાઈ ભરવાડ અને તેમના ગોવાળે ખેડૂતને પકડી માથામાં લાકડી મારી ગંભીર લોહીલુહાણ કર્યા હતા. આ હુમલા અંગે ભોગ બનનાર ખેડૂતની ફરિયાદના આધારે કાંકણપુર પોલીસે નિર્મલભાઈ ભરવાડ તથા તેમના ગોવાળ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.