ગોધરા: ગોધરામાં આકાશવાણી કેન્દ્ર ખાતે ઝાડી ઝાંખરામાં આગની ઘટના, ફાયર વિભાગે તાત્કાલિક કાબૂ મેળવ્યો.
ગોધરા શહેરમાં આવેલા આકાશવાણી કેન્દ્ર ના પ્રાંગણમાં પાછળના ભાગે ઝાડી-ઝાંખરામાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ગોધરા ફાયર વિભાગ ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર ઝડપી કાબૂ મેળવ્યો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાયી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગના કારણે કોઈ મોટી નુકસાન પણ નોંધાયું નથી. ઘટનાના પગલે સ્ટાફ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.