દરિયામાં ગુમ 2 માછીમારોના મૃતદેહ મળી આવ્યા અન્ય 3 ને સારવાર માટે પોરબંદર ખસેડાયા
Porabandar City, Porbandar | Oct 1, 2025
સોમનાથની જય ખેતળિયા દાદા બોટમાં ફિશિંગ દરમ્યાન ભારે મોજાને લીધે બોટ પલ્ટી મારી જતા બોટમાં સવાર શશીભાઈ નથુભાઈ સોલંકી અને મંગાભાઈ ગોવિંદભાઈ ચાવડા નામના બંને માછીમારો દરિયામાં ગુમ થયા હતા ત્યારે આ બંને માછીમારોના મૃતદેહ માધવપુર નજીકના દરિયામાંથી મળી આવતા તેમને પોરબંદરની હોસ્પિટલના પી.એમ.રૂમ ખાતે ખસેડવામાં આવ્યા હતા.તો અન્ય 3 માછીમારો સારવારમાં ખસેડાયા હતા.