ખંભાત: રાલેજ શિકોતર માતાજીના મંદિરે અગિયારસે શ્રદ્ધાળુઓનો ઘોડાપુર ઉમટ્યું, ઠેર ઠેર તુલસી વિવાહ યોજાયા.
ખંભાતના રાલેજ ખાતે શિકોતર માતાજીના મંદિરે શ્રદ્ધાલળુઓનો ઘોડાપુર ઉમટ્યો હતો.અને પંથકમાં ઠેર ઠેર મંદિરોમાં તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.જે પ્રસંગે મામેરું, સામૈયું, અને લગ્નવિધિ જેવા કાર્યક્રમો યોજાયા હતા.અગિયારસના દિવસે તુલસી વિવાહ પ્રસંગે વાજતે ગાજતે મામેરું કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો.યજમાનોએ ધામધૂમથી તુલસી વિવાહની ઉજવણી કરી હતી.